Bookstruck

ગુજરાતનો વિકાસ

Share on WhatsApp Share on Telegram
« PreviousChapter ListNext »

મોદીએ જ્યારે ગુજરાત ની સત્તા સંભાળી ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા નબળી હતી અને અને ગૃહ વિકાસ સીમિત હતો. મોદીએ સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મુક્યો. જેના કારણે મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાત ની આર્થિક વૃદ્ધિમાં ૧૦ ટકા નો વધારો જોવા મળ્યો. આ વધારો ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે હતો.

મુખ્યમંત્રી તરીકે, મોદીએ ગુજરાતનો વિકાસ વિવિધ યોજનાઓ દ્વારા અમલમાં મૂક્યો છે. આમાં પંચામૃત યોજનાનો સમાવેશ થાય છે, રાજ્યના સંકલિત વિકાસ માટે પાંચ -પાંખિયાવાળી વ્યૂહરચના, "સુજલામ-સુફલામ", જળ સંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલામાં ગુજરાતમાં જળ સંસાધનોની એક ગ્રીડ રચવાની યોજના છે.

કૃષિ મહોત્સવ – જમીન માટેની કૃષિ વિષયક સંશોધન પ્રયોગશાળા
ચિરંજીવી યોજના – શિશુ મૃત્યુ દર ઘટાડવા માટે
માતૃ વંદના – પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રતિબંધક અને ઉપચારાત્મક સેવાઓ ઉપલબ્ધ કરાવે છે
બેટી બચાવો – લૈંગિક ગુણોત્તર સુધારવા માટે શિશુ બાળકીઓને રક્ષણ આપવાની ઝુંબેશ
જ્યોતિગ્રામ યોજના – પ્રત્યેક ગામના વિદ્યુતિકરણ માટે
કર્મયોગી અભિયાન – સરકારી કર્મચારીઓને શિક્ષિત અને તાલીમ આપવા માટે
કન્યા કેળવણી યોજના – કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
બાળભોગ યોજના – વિદ્યાર્થીઓ માટેની મધ્યાહ્ન ભોજન માટે

« PreviousChapter ListNext »